આટકોટની વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીના દુષ્કર્મ કેસ મામલે, જીલ્લા ભાજપ પ્રમુખે આપ્યું નિવેદન - Atkot Vidya Complex rape case - ATKOT VIDYA COMPLEX RAPE CASE
Published : Aug 5, 2024, 8:51 PM IST
રાજકોટ: આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી ત્યાં જ દુષ્કર્મ આચર્યા હોવાની બાબત સામે આવી છે. જેમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે અને આ પોલીસ ફરિયાદમાં હાલ એક વ્યક્તિ પોલીસના શકંજામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય એક ભાજપ આગેવાન હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ આ મામલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આરોપી સામે ફક્ત આક્ષેપ થયા છે. આક્ષેપની અંદર જે રીતે આક્ષેપ થયા છે તે રીતે પોલીસ તેમની કામગીરી કરી રહી છે. આ મામલાની અંદર જે રીતે પોલીસનો રિપોર્ટ આવ્યો છે તેમાં પોલીસ તેમની રીતે તપાસ ચલાવી રહી છે ત્યારે આ મામલામાં જો ગુનેગાર હશે તો પોલીસ તેમની રીતે એક્શન લેશે અને પાર્ટી એની રીતે એક્શન લેશે.