રાજકોટ મનપાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલતા મેઘરાજા, એક ઈંચ વરસાદ મવડી વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ - Rain in Rajkot
Published : Jun 25, 2024, 10:51 AM IST
રાજકોટ: જિલ્લામાં ફરી મેઘરાજાએ દર્શન દેતા કેટલાય વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહન બંધ પડવાની સમસ્યાઓ નજરે ચડી હતી. લોકોને ગરમીમાંથી તો રાહત મળી પરંતુ નિર્ભર તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થઈ હતી. કેટલાય પોષ વિસ્તારોમાં પણ ફક્ત એક ઇંચ વરસાદથી પાણી ભરાયા હતા. રાજકોટના મવડી નજીક આવેલ વેગડ ચોકમાં ગોઠણથી પણ વધુ પાણી ભરાતા કેટલાય વાહનો બંધ પડ્યા હતા ને લોકો મુશ્કેલીમાં પણ ફસાયા હતા. યોગ્ય પાણીનો નિકાલ ન હોવાથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. તંત્ર પ્રી-મોન્સૂનની કામગીરીની વાતો તો તંત્ર કરી રહ્યું છે પરંતુ તે દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે. પાણી ભરાવાની સમસ્યાની જાણ થતા મનપાના ડેપ્યુટી કમિશનર સીકે નંદાણી સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરી હતી, પરંતુ આ કામગીરી પહેલા થવી જોઈએ. આમ તરસ લાગે ત્યારે કુવા ખોદવા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.