ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિપક્ષ નેતા રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત... જાણો ક્યારે અને શું છે રાહુલનો કાર્યક્રમ ? - Rahul Gandhi will come to Gujarat - RAHUL GANDHI WILL COME TO GUJARAT

By ETV Bharat Gujarati Team

Published : Jul 14, 2024, 6:56 AM IST

અમદાવાદ: તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ મણિપુરની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ મણીપુરમાં થયેલા ઘટનામાં અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી. ત્યારબાદ હવે મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, આવતા મહિને રાહુલ ગાંધી ગુજરાતની સફરે નીકળવાના છે. રાહુલ ગાંધી 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં આવશે અને અહીંના મોરબી ઝુલતા પુલ, રાજકોટ, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોમા અસરગ્રસ્ત થયેલ લોકો એટલે કે પીડિત પરિવારો ને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા કાઢશે. આમ ન્યાય યાત્રામા ભાગ લેવા ફરી જનનાયક રાહુલ ગાંધી ગુજરાત આવશે. આ બાબતએ ઘણા નિવેદનો આપી રહયા છે કે, રાહુલ ગાંધી મણિપુરથી ન્યાયતંત્રમાં જોડાયા હોય તો અમને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી અહીં આવશે.  

ABOUT THE AUTHOR

...view details