ETV Bharat / state

બોલો, હવે રસ્તા બનાવવા ધારાસભ્યને અપાશે બે-બે કરોડની ગ્રાન્ટ, વિપક્ષના આકરા પ્રહાર: કોન્ટ્રાક્ટર્સને સેફ્ટી શિલ્ડ? - MLA grant for Road in Gujarat

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 10:01 PM IST

વરસાદમાં લોકોની કમર તૂટી જાય તેવી હાલત રોડ રસ્તાઓની થવા લાગી, લોકોએ બુમો પાડી અને ત્રસ્ત થયા. કોન્ટ્રાક્ટર્સ દ્વારા બનાવાતા રસ્તાઓને લઈને લોકો અવાજ ઉઠાવતા થયા ત્યાં તો સરકારે ધારાસભ્યોની રોડ રસ્તા માટેની ગ્રાન્ટમાં 86 કરોડનો વધારો કરી દીધો છે. - MLA grant for Road in Gujarat

રોડ રસ્તાની ખાસ્તા હાલત (File Pic)
રોડ રસ્તાની ખાસ્તા હાલત (File Pic) (Etv Bharat)
ધારાસભ્યને અપાશે બે-બે કરોડની ગ્રાન્ટ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસા દરમિયાન ભાજપ સરકારના વિકાસના દાવાઓને પોલ ખુલ્લી છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે. રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને મળશે કુલ 86 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવાશે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા હલકી ગુણવત્તાના રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.

વિકાસના દાવાઓની પોલ ખુલીઃ રાજ્યમાં ઓગસ્ટ માસમાં મુશળધાર પર વરસાદ પડ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વરસાદમાં સરકારના વિકાસના દાવાઓની પોલ ખુલી છે. રાજ્યમાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો તે સમજ પડતી નથી. વિપક્ષ અને જનતાએ ખાડા મુદ્દે સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વીડિયો અને ફોટા વાયરલ કરતા તંત્ર હરકતમાં આવ્યું છે.

સરકારે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.

86 કરોડ ફાળવાશેઃ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.

સરકારે માત્ર શહેરી વિસ્તારોને પ્રાધાન્ય આપતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર પર આંકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રસ્તા બનાવવા માનીતા કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હલકી ગુણવત્તાના રસ્તા બન્યા હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે. રસ્તામાં પડેલા ભુવા અને ખાડા રિપેરીંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ધારાસભ્યોને નવા રસ્તાઓ બનાવવા માટે બે કરોડ ગ્રાન્ટ આપવાના બદલે જનતાના ટેક્સના પૈસાનું નુકસાન કરીને હલકી ગુણવત્તાના રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. નબળી ગુણવત્તાના રસ્તાઓની તપાસ થવી જોઈએ બ્લેક લિસ્ટ કોન્ટ્રાક્ટરો કમલમમાં ફંડ આપીને કોન્ટ્રાક્ટ મેળવે છે. કોન્ટ્રાક્ટરોના કમિશન કમલમ સુધી પહોંચે છે. ભ્રષ્ટાચારને કારણે કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાના રસ્તા બનાવે છે. જે રસ્તાઓ ગેરંટી પિરિયડમાં હોય છતાં તૂટી ગયા તેવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પાસેથી મિલકતો જપ્ત કરીને સરકારે પૈસા વસૂલ કરવા જોઈએ.

  1. રીંછ બાદ હવે અજગરનું રેસ્ક્યૂ: જુઓ ભાદરવી પૂનમના મહામેળા પહેલા અંબાજીના પાંછામાં કરાયું અજગરનું રેસ્ક્યૂ - 10 feet long python rescued
  2. જૂનાગઢની આ ગણેશજીની મૂર્તિમાં થશે અયોધ્યાના રામલલાના દર્શન, જુઓ... - ganesh chaturthi 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.