સુરત: સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા 26 આરોપીને આજરોજ સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. આ પથ્થરમારા પાછળ કોઈ સુનિયોજિત કાવતરું હતું કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તેમજ સગીરોના બ્રેનવોશ કરાયાની પણ તપાસ કરાશે. ત્યારે સુરત કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ઘટનામાં કુલ 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર ઘટના: સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે, એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીનાં પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યાર બાદ 7મી સપ્ટેમ્બરે પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે તેમાં નિષ્ફળ ગયો હતો. જો કે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો.
આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર: 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બન્ને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી. ત્યાર બાદ કોર્ટે 23 આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી હાલ બે સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે.
17 મુદ્દાઓ રિમાન્ડ માટે મંજૂર કરાયા: ટોળાએ "મારો.. મારો.. પોલીસને મારો" આ સૂત્રોચાર કરી બૂમો પાડી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, પોલીસ ચોકી અને પોલીસકર્મીઓ પર હુમલો થયો હતો. હત્યાનો પ્રયાસ સહિતની કલમ દાખલ કરવામાં આવી છે. અઢી કલાક બંને પક્ષોની દલીલો ચાલી હતી. આયોજન બદ્ધ રીતે તેઓ મારી નાખોનું ઉચ્ચારણ કરતા હતા. પડદા પાછળ કોણ છે તેની તપાસ કરવી જરૂરી બની છે. 17 જેટલા મુદ્દાઓ હતા જે રિમાન્ડ માટે રજૂ કરાયા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટોળાની સંખ્યા વધારે છે. પુરાવા અને હથિયાર અંગે કેસ ડાયરીમાં ઉલ્લેખ છે. એકત્ર ટોળાએ "મારો.. મારો.. પોલીસને મારો" બૂમો પાડી હતી. પોલીસે એક આરોપીની અટકાયત કરી જેના વિરોધ પુરાવા ન હોવાના કારણે નોટિસ આપી છોડી દેવામાં આવ્યો છે. તે દિવ્યાંગ છે અને જ્યારે પૂછપરછમાં જરૂર હોય ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે.
રિમાન્ડના મુદ્દાઓ
- આરોપીઓની ઓળખ પરેડ કરાવવી જરૂરી છે.
- આરોપીઓ બહારગામના હોય શકે તેવી શક્યતા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ માટે ઉડાણપૂર્વક પૂછપરછ કરવી જરૂરી છે.
- ઓટોરિક્ષામાં આવી ગણપતિજીની મૂર્તિને નુકસાન કર્યું અને ત્યારબાદ હાલના ગુનામાં 200થી 300 માણસોનું ટોળું એક સાથે સૈયદપુરા ચોકી પર ધૂસી જાય તે જોતાં આ કોઈ પૂર્વાયોજિત કાવતરું હોય શકે, જેથી તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરિયાત છે.
- એક સાથે આરોપીઓ તેમજ તેમના મળતીયાઓએ પોલીસ ચોકી પર ભારે માત્રામાં પથ્થર મારો પણ કર્યો અને ચોકીની આસપાસ કોઈ કન્સ્ટ્રક્શનની સાઈટ પણ ચાલતી નથી, તેવા સંજોગોમાં આ પથ્થરો અગાઉથી જ આરોપીઓએ પોતાની ગુનાહિત ગતિવિધિ પૂરી પાડવા રાખેલા હોય તેમ છે, તો તેવા સંજોગોમાં આટલી ભારે-ઇંટોના ટુકડામાંથી પથ્થર વગેરે ક્યાંથી લાવ્યા તેની તપાસ કરવી પણ જરૂરી છે.
- હથિયારોનો પણ ઉપયોગ થયો છે તે હથિયાર કોણે પૂરા પાડ્યા અને ક્યાંથી લાવ્યા તેની તપાસ માટે પણ આરોપીની હાજરીની જરૂર છે.
- આવું કૃત્ય જોતા તેમજ પોલીસને મારી નાખવાના ઈરાદા સાથે શહેરમાં બંને કોમ વચ્ચે અશાંતિ ફેલાવવાના ઈરાદા પાછળ પડદા પાછળ કોની મુખ્ય ભૂમિકા છે તેની તપાસ
- હાલમાં તારીખ 17-9-2024ના રોજ ગણપતિ વિસર્જનનો દિવસ છે તો તે દિવસે શહેરની શાંતિ ડહોળવા માટે આરોપીની કોઈ યોજના હોય કે ભવિષ્યમાં આવા તહેવારોમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કરી શહેરને બાનમાં લેવાની કોઈ યોજના છે કે કેમ તેની તપાસ.
- આરોપીનો ગણતરી બંધ કૃત્ય જોતા સુરત બહારથી પણ કોઈ દુરસંચાર થયેલ હોય તેવી શક્યતા રસ્તે નકારી શકાય તેમ ન હોય જેથી આરોપીને તપાસ દરમિયાન શહેર બહાર પણ લઈ જવાની શક્યતાઓ છે.
- 27 આરોપીની ક્રોસ પૂછપરછ જરૂરી હોય અને તેવા સંજોગોમાં આરોપીની સંખ્યા જોતા 14 દિવસના રિમાન્ડ આપવામાં આવે.
- 200 થી 300 લોકોનું ટોળુ ચોકી બહાર ભેગું થઇ બુમાબુમ કરી તે તમામની ઓળખ કરવા માટે.
- આરોપીઓ સાથે અન્ય કોઇ સહ આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ? તે અંગે તપાસ થવા પોલીસ કસ્ટડીની જરૂર છે.
- સૈયદપુરા ચોકી ઉપર ગણપતિ મંડપમાં પથ્થર ફેંકવા બાબતે મુસ્લિમ છોકરાઓને પુછપરછ માટે તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે સારૂ ચોકીમાં બેસાડેલ તે દરમ્યાન આરોપીઓ તથા અન્ય આરોપીઓ ભેગા મળી હલ્લાબોલ કરી પથ્થર મારો કરી કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ કરેલ હોય તેમા તેઓને કોઇ ઉશ્કેરવામાં મદદગારી કરેલ છે કે કેમ?
- આરોપીઓ પાસેથી તેઓએ હુમલામાં ઉપયોગ કરેલી લાકડી ધોકા ક્યાં ફેકેલ છે તે જણાવતા નથી, તે અંગે પૂછપરછ કરી મુદ્દામાલ રિકવર કરવા માટે.
- આરોપીઓને સાથે રાખી બનાવ વાળી જગ્યા તેમજ તેની આસપાસની જગ્યાઓ પરથી સી.સી.ટી.વી ફુટેઝ મેળવી આરોપીઓને ઓળખાણ કરાવી.
- આરોપીઓની વર્તણુંક તથા સાંસદ તેઓનો ઇતિહાસ ચકાસવા પકડાયેલ આરોપીઓની વધુ પુછપરછ માટે.
આ પણ વાંચો