ETV Bharat / state

વાહનોની સફેદ LED સામે અમરેલી પોલીસની કાર્યવાહીઃ 31 ડિસેમ્બરને લઈ દીવ આવતા વાહનોનું સઘન ચેકિંગ - LED LIGHTS ON VEHICLES

વાહનોની તેજ લાઈટ અકસ્માતોનું કારણ ના બને તે માટેના પોલીસ અને RTOની કાર્યવાહી...

વાહનોની સફેદ LED સામે અમરેલી પોલીસની કાર્યવાહી
વાહનોની સફેદ LED સામે અમરેલી પોલીસની કાર્યવાહી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 14 hours ago

અમરેલી: ગુજરાત રાજ્ય સાથે અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની વધતી ઘટના ઓને લઈને પ્રાદેશિક નિયામક અને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા બેઠક યોજીને મોટા વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટ્સથી અકસ્માતોની ઘટનાઓ વધતી હોવાના પ્રાથમિક તારણ બાદ આર.ટી.ઓ. અને પોલીસ તંત્ર ના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. બસ, ટ્રક, ફોર વ્હીલ કાર સહિતના વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટ્સ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

વાહનોની સફેદ LED સામે અમરેલી પોલીસની કાર્યવાહી (Etv Bharat Gujarat)

દેશમાં સૌથી માનવ મૃત્યુની ઘટનાઓમાં અક્સ્માતથી મોતનો આંકડો વધતો હોય ત્યારે પ્રાદેશિક કચેરીના હુકમ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજીને અમરેલી આર.ટી.ઓ. દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરીને એલ.ઈ.ડી.લાઈટ હટાવવાની ઝુંબેશ સાથે માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવી રહ્યું છે. અમરેલી આર.ટી.ઓ. દ્વારા અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર હાલ આર.ટી.ઓ. દ્વારા કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવા એલ.ઈ.ડી. વાહનોની લાઈટ્સ હટવાની કાર્યવાહી કરવામાં આવી છે. દિવસ રાત વાહન અક્સ્માત નિવારવા સ્ટેટ હાઈવેના માર્ગ પર ટ્રાફિક ડ્રાઈ શરૂ કરવામાં આવી છે.

વાહનોની સફેદ LED સામે અમરેલી પોલીસની કાર્યવાહી
વાહનોની સફેદ LED સામે અમરેલી પોલીસની કાર્યવાહી (Etv Bharat Gujarat)

અમરેલી આર. ટી. ઓ.સાથે અમરેલી પોલીસ તંત્ર પણ સતત દોડતા વાહનો સામે લાલ આંખ કરી છે ને આર.ટી.ઓ.નિયમ વિરુદ્ધ ચાલતા વાહનો સામે લાલ આંખ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલાના એ.એસ.પી. વલય વૈધ માર્ગ સુરક્ષા સપ્તાહ સાથે ટ્રાફિક ડ્રાઈ યોજીને વાહનોના ડ્રાઈવરને દંડનો દંડો ફટકારવાની કાર્યવાહી એ.એસ.પી.વલય વૈધ દ્વારા કરવામાં આવેલ છે. સાથે સાથે હાલ 31 ડિસેમ્બર ને લઈને દિવ નજીકથી આવતા વાહનોના પોલીસ દ્વારા કડક હાથે વાહનોના ચેકીંગ પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને ફેન્સી નંબર પ્લેટ, એલ.ઈ.ડી.લાઈટ લગાડનારા સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી એ.એસ.પી. વલય વૈધે આપેલ હતી.

  1. મનના વિકારોથી મુક્તિ અપાવતી સાધના એટલે વિપશ્યના, કંઈ રીતે થાય છે આ સાધના જાણો...
  2. 31st ડિસેમ્બરની પાર્ટી કરનારા ચેતજો ! કચ્છ પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.