ETV Bharat / bharat

ભ્રષ્ટાચારના કેસમાં સંદીપ ઘોષની મુશ્કેલીઓ વધી, કોર્ટે 23 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો - Sandip Ghosh in Judicial Custody - SANDIP GHOSH IN JUDICIAL CUSTODY

સુરક્ષા કારણોને ટાંકીને સીબીઆઈએ કોલકાતાની વિશેષ અદાલત પાસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણને વર્ચ્યુઅલ રીતે હાજર કરવાની પરવાનગી માંગી હતી. સુ છે સંપૂર્ણ બાબત જાણો. Sandip Ghosh in Judicial Custody

ભ્રષ્ટાચારના કેસમાં સંદીપ ઘોષની મુશ્કેલીઓ વધી
ભ્રષ્ટાચારના કેસમાં સંદીપ ઘોષની મુશ્કેલીઓ વધી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 10:53 PM IST

કોલકાતા: કોલકાતાની વિશેષ સીબીઆઈ કોર્ટે મંગળવારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને અન્ય ત્રણને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. તેને મંગળવારે બપોરે અલીપોરમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે સંદીપ ઘોષ પર ચંપલ-જૂતાં ફેંકવામાં આવ્યા હતા. જ્યારે ઘોષ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે મહિલા વકીલો તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અહી નોંધનીય બાબત એ છે કે, અગાઉ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ચાર લોકોને વર્ચ્યુઅલ મોડમાં રજૂ કરવાની સીબીઆઈની અરજીને ફગાવી દીધી હતી.

ખાસ વાત એ છે કે, સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે ચારમાંથી કોઈની કસ્ટડી માંગી ન હતી અને કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ આમ કરશે. જેના પર ન્યાયાધીશે જવાબ આપ્યો કે શું તેઓ અગાઉથી નિર્ણય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, ટ્રેઇની ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસમાં શંકાસ્પદ સંજય રોયની છેલ્લી સુનાવણી દરમિયાન, જ્યારે સીબીઆઈના વકીલે કોર્ટને 40 મિનિટ સુધી રાહ જોવડાવી હતી, ત્યારે મેજિસ્ટ્રેટે પૂછ્યું હતું કે શું તેણે કથિત ગુનેગારની જામીન અરજી સ્વીકારવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, આ ચારેયની આઠ દિવસની કસ્ટડીનો આજે અંત આવ્યો હતો. સુરક્ષા કારણોને ટાંકીને સીબીઆઈ તેમને વર્ચ્યુઅલ મોડમાં રજૂ કરવા માંગતી હતી, પરંતુ વિશેષ સીબીઆઈ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી અને તેમને શારીરિક રીતે હાજર થવા કહ્યું હતું.

નોંધપાત્ર રીતે, હોસ્પિટલમાં કથિત નાણાકીય અનિયમિતતાઓ પર ઘોષની ધરપકડના એક દિવસ પછી, કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે તેને ગાલ પર થપ્પડ મારવામાં આવ્યો હતો. આથી સુરક્ષાની ચિંતાઓને કારણે આજે ઘોષ અને અન્ય ત્રણની વર્ચ્યુઅલ અરેંજમેન્ટ માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે ચારેયને પૂછ્યું કે, શું તેમને કોર્ટમાં આવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘોષ અને અન્યોએ કહ્યું કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

આ દરમિયાન ઘોષની શારીરિક તપાસ કરવા માટે આજે સવારે નિઝામ પેલેસ ખાતેની સીબીઆઈ ઓફિસમાં ડોક્ટરોની ટીમને બોલાવવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ઘોષના ઘરની તલાશી દરમિયાન ભ્રષ્ટાચારના મામલામાં કેટલીક નવી માહિતી અને દસ્તાવેજો મળ્યા છે. EDની ટીમે ઘોષનું લેપટોપ પણ જપ્ત કર્યું છે, જ્યાંથી ટીમને વધુ માહિતી મળવાની આશા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘોષની કસ્ટડીની માંગણીને લઈને ED કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે EDએ ભ્રષ્ટાચારના કેસમાં તપાસ શરૂ કર્યા બાદ ઘોષ અને CBI કસ્ટડીમાં હાજર અન્ય ત્રણ લોકોની હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી. તેથી ઇડી પૂછપરછ માટે ચારેયને તેની કસ્ટડીમાં લેવા માંગે છે.

આ પણ વાંચો:

  1. ટેરર ફંડિંગ કેસના આરોપી અને સાંસદ રશીદ એન્જિનિયરને 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન મળ્યા - Rashid Engineer gets interim bail
  2. કોલકાતા બળાત્કાર-હત્યા કેસ: SCના આદેશ છતાં જુનિયર ડોક્ટરોની હડતાળ ચાલુ રહેશે - RG KAR ISSUE JUNIOR MEDICS CEASE

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.