કર્ણાટક: એક લગ્ન સમારોહમાં જાનને લીલા તોરણે પરત ફરવું પડ્યું. જેનું કારણ હતું વરરાજા અને તેના મિત્રો, કે જેણે દારૂના નશામાં તમામ હદો વટાવી દીધી. નશામાં ચકચુર થયેલા વરરાજા અને અન્ય જાનૈયાઓ એટલી હદે છાકટા થયાં હતા તે તેમણે ફિલ્મી અંદાજમાં આરતીની થાળીને ઉછાળી દીધી હતી અને જેના કારણ લગ્ન સમારોહનો માહોલ સંપૂર્ણ પણે બગડી ગયો.
વરરાજા અને તેના મિત્રોએ દારૂના નશામાં હદ વટાવ્યા બાદ લગ્નની સરઘસ પાછી વાળવી પડી હતી. નશામાં ધૂત વરરાજા અને લગ્નના મહેમાનોએ માત્ર હોબાળો જ કર્યો ન હતો પરંતુ ફિલ્મી સ્ટાઈલમાં આરતી થાળી પણ ફેંકી હતી, જેણે વાતાવરણ બગાડ્યું હતું.
આ સ્થિતિ જોઈને દુલ્હનની માતાએ એક સાહસભર્યો નિર્ણય લીધો. તેણે જાનૈયા મહેમાનોને વિનંતી કરી અને કહ્યું, "જો અત્યારથી આવી હાલત છે, તો પછી મારી દિકરીનું ભવિષ્ય શું હશે. તેમની આ વાતે લગ્ન સમારોહમાં આવેલા તમામ લોકોને સ્તબ્ધ કરી દીધા. અને વરરાજા સહિત જાનને દુલ્હન વગર જ લીલા તોરણે પાછું ફરવું પડ્યું.
મહત્વપૂર્ણ છે કે, આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં દુલ્હનની માતા ગુજરાતીમાં બોલી રહી છે, ખુબ જ ધન્યાવાદ આપું, મે અત્યાર સુધી બહુ ભરોસો કર્યો, પરંતુ આપે એક પૈસાની ઈજ્જત ન રાખી, હું હાથ જોડીને વિનંતી કરૂં છું.. આ દરમિયાન જાનૈયા તરફથી એક વ્યક્તિ આવે છે જેઓ દુલ્હનની માતાની નારાજગી દુર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ દુલ્હનના માતા માનતા નથી અને સમારોહમાં આવેલા લોકોમાં ઉદાનસીનતા છવાઈ જાય છે.