અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રિપેરીંગ અને પુનઃબાંધકામ કામ માટે 11 જાન્યુઆરી 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો હતો. જેને 15 જાન્યુઆરી 2025 સુધી વધારવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક પેસેન્જર તથા મેમૂ ટ્રેનો રદ કરવામાં આવી છે આ ઉપરાંત સાબરમતી-ખોડિયાર વચ્ચે અંડરપાસના બાંધકામના કારણે 11 જાન્યુઆરીની કેટલીક ટ્રેનો રદ તથા તેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કઈ પેસેન્જર/મેમૂ ટ્રેનો 15 જાન્યુઆરી 2025 સુધી પ્રભાવિત રહેશે
પૂર્ણપણે રદ ટ્રેન
- તારીખ 15.01.2025 સુધી ટ્રેન નંબર 69116 (09274) અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે.
આંશિક રદ ટ્રેન
- તારીખ 15.01.2025 સુધી ટ્રેન 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
- તારીખ 15.01.2025 સુધી ટ્રેન 69113 (09315) વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
આ ઉપરાંત અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ખોડિયાર-સાબરમતી વચ્ચે રેલવે ક્રોસિંગ નં. 239 પર અંડરપાસ (RUB) બાંધકામ કામ માટે 11 જાન્યુઆરી 2025 ના રોજ બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે :
પૂર્ણપણે રદ ટ્રેન
- 11 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 79435/79436 સાબરમતી-પાટણ-સાબરમતી ડેમૂ રદ રહેશે.
આંશિક માર્ગ પરિવર્તિત ટ્રેનો
- 11 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 16507 જોધપુર-કેએસઆર બેંગલુરૂ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર-સાબરમતી (ધરમ નગર સાઈડ) – અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ સાઈડ) – અમદાવાદના રસ્તે ચાલશે.
- 11 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 20902 ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ ખોડિયાર-સાબરમતી (ધરમ નગર સાઈડ) – અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર-ચાંદલોડિયા-સાબરમતી (જેલ સાઈડ) – અમદાવાદના રસ્તે ચાલશે.
રેલવે વિભાગ દ્વારા યાત્રીઓને વિનંતી કરાઈ છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
આ પણ વાંચો: