ETV Bharat / state

સુરેન્દ્રનગરના ગામની આ બહેનોની જીદે 700 વર્ષ જૂની વણાટ કળાને ટકાવી રાખી, વર્ષે કરે છે 20 લાખનું વેચાણ - 700 YEAR OLD TANGLIA ART

દેદાદરા ગામના લીલાબેન વડોદરા, સુરત, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં યોજાતા હસ્તકળા મેળાઓમાં ભાગ લઈ પોતાના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવી ચુક્યા છે.

700 વર્ષ જૂની કળાને ટકાવી રાખવા મહિલાઓની મહેનત
700 વર્ષ જૂની કળાને ટકાવી રાખવા મહિલાઓની મહેનત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2025, 7:44 PM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા દેદાદરા ગામના લીલાબેન રાઠોડ અને તેમનો પરિવાર 700 વર્ષ જૂની ટાંગલિયા વણાટ કળાના ડ્રેસ, સાડી, દુપટ્ટા, કુર્તા, બેડશીટ બનાવીને લુપ્ત થતી આ કળાનો વારસો સાચવી રહ્યા છે. લીલાબેને ગામની જ કળાપ્રેમી બહેનોને સાથે જોડીને ‘શ્રદ્ધા મહિલા મંડળ’ નામે સખી મંડળ બનાવ્યું છે. આ મંડળમાં લીલાબેન પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમની સાથે જોડાયેલી તમામ બહેનો પણ આ કળાને જીવંત રાખવાનાં અવિરત પ્રયાસો કરી રહી છે.

700 વર્ષ જૂની કળાને ટકાવી રાખવા મહિલાઓની મહેનત (ETV Bharat Gujarat)

દેશ-વિદેશમાં વેચાય છે ટાંગલિયા વણાટ કળાના વસ્ત્રો
દેદાદરા ગામના લીલાબેન વડોદરા, સુરત, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી જેવા મોટા શહેરોમાં યોજાતા હસ્તકળા મેળાઓમાં ભાગ લઈ પોતાના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવી ચુક્યા છે. સુરેન્દ્રનગરની ટાંગલિયા વણાટ કળા આગવું સ્થાન ધરાવે છે. સમયાંતરે સરકાર તરફથી પણ આ અંગે તાલીમનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત પહેલા વેચાણ ક્યાં કરવું તેને લઈને પ્રશ્ન હતો જોકે હવે સરકાર દ્વારા યોજાતા પ્રદર્શન તથા વેચાણ મેળાઓથી વેચાણ માટેનું સારું એવું પ્લેટફોર્મ પણ મળી રહે છે. ખાસ વાત એ છે કે હાલમાં લીલાબેન વાર્ષિક રૂ. 20 લાખથી વધુનું વેચાણ કરી પોતાની સાથે સખી મંડળના તમામ બહેનોને આત્મનિર્ભર બનાવી પરિવારને પણ આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે.

દેશ-વિદેશમાં વેચાય છે ટાંગલિયા વણાટ કળાના વસ્ત્રો (ETV Bharat Gujarat)

700 વર્ષ જૂની કળાને ટકાવી રાખવા મહિલાઓની મહેનત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનાં દેદાદરા, ગામનાં ડાંગસીયા પરિવારો દ્વારા આ હસ્તકળાનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. 700 વર્ષ જૂની આ કળાને જીવંત રાખવામાં લીલાબેન અને તેમનું શ્રદ્ધા મહિલા મંડળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ટાંગલિયા વણાટ કળા ભારતની સમૃદ્ધ હસ્તકળા પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે તેની અનોખી ડિઝાઈન અને નિપુણતા માટે લોકપ્રિય છે.

સરકારની મદદથી મળી રહ્યા છે દેશ-વિદેશમાં ખરીદદારો
આ કળામાં પહેલા ઊંનનું કાપડ વાપરવામાં આવતું હતું પરંતુ હવે સમયની સાથે કોટન તેમજ સિલ્કની મદદથી અવનવી વસ્તુઓ તૈયાર થાય છે. હાલમાં આ ટાંગલિયા વણાટનાં દુપટ્ટા, ડ્રેસ, સાડીએ લોકોમાં અનોખું આકર્ષણ ઉભું કર્યું છે. વર્ષ 2007માં ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન (NIFT)ની મદદથી ટાંગલિયા હસ્તકળા સંગઠન (ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એશોસિએશન)ની રચના કરવામાં આવી અને NIFT દ્વારા કારીગરોને આ અંગે કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી. તદુપરાંત “સાથ” NGOએ પણ આ કળાને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે NIFT, સાથ તેમજ સરકારની મદદથી લીલાબેન જેવા અનેક કારીગરોને બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ સહીતનાં દેશ-વિદેશમાંથી ખરીદદારો મળી રહ્યા છે. આજે ટાંગલિયા કારીગરો આધુનિક સમયને અનરૂપ તેમનાં ઉત્પાદનો બનાવી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. સુરતમાં 86 વર્ષ પહેલા લખાયું 'પતંગ પુરાણ', શું તમે ઉત્તરાયણની રજા પાછળનું કારણ જાણો છો ?
  2. ગઢવી પરિવારની અનોખી ગૌ સેવા: ઠંડીમાં ઠુઠવાતી ગાયોને આપ્યો ઘરની અંદર આશરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.