ગુજરાત

gujarat

ETV Bharat / videos

જનતાનો અવાજ બની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, શક્તિસિંહના અધ્યક્ષસ્થાને લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય - Gujarat Congress - GUJARAT CONGRESS

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 7:10 PM IST

Updated : Jun 17, 2024, 7:20 PM IST

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને સંગઠનની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યું કે, આ પોલિટિકલ અફેન્સ બેઠકમાં છેલ્લી યોજાયેલી ચૂંટણી પરિણામ અને આગામી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણી સહિત લોક પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ પછી સરકારની નીતિ અને રાજકોટ શહેર જિલ્લાના આગેવાનોની ઝુંબેશ અંગે ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં પીડિતોને ન્યાય અપાવવા તથા નાના લોકોને પકડીને સંતોષ નહિ પણ મગરમચ્છ સામે કાર્યવાહી કરવા મામલે ચર્ચા થઈ. ઉપરાંત ખેડૂતો, સરકારી કર્મચારી, વેપારીઓ, NEET પરીક્ષા, શિક્ષણ સહિત આગામી દિવસોમાં થનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરી. રચનાત્મક વિરોધપક્ષ તરીકે કામ કરવા કાર્યકરોને તાલુકા લેવલ પર ટ્રેનિંગ યોજવામાં આવશે. પછી જિલ્લા લેવલ ટ્રેનિંગ આપવામાં આવશે.

Last Updated : Jun 17, 2024, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details