સુરતના કીમમાં સગીરા સાથે શારીરિક અડપલા થયા, આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ - person physically extortion girl - PERSON PHYSICALLY EXTORTION GIRL
Published : Jul 28, 2024, 7:12 PM IST
સુરત: જિલ્લાના કીમ પંથકમાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીની ઘરે હાજર હતી. જે દરમ્યાન અજાણ્યો ઇસમ મોટર સાઇકલ લઇને આવી સગીરાને જણાવેલ કે તમારા પાડોશમાં રહેતી મહિલા ઘરનાં કચરા પોતુ કરવા માટે ગયેલ છે, અને ત્યાં લઇ જવાનાં બહાને સગીરાને મોટર સાઇકલ પર બેસાડી મુળદ ગામની આગળ આવેલી રેસીડેન્સીનાં ખાલી મકાનમાં સાફ સફાઇ કરવાનું જણાવી સગીરાને મકાનમાં લઇ ગયો હતો. જોકે ત્યાર બાદ હવસખોર અજાણ્યા ઇસમે સગીરાને બળજબરી પૂર્વક બાથરૂમમાં લઇ જઇ શારીરિક અડપલા કરતા હેવાનની કરતુતોથી હેબતાઇ ગયેલી સગીરાએ બુમાબુમ કરતા અજાણ્યો ઇસમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે સમગ્ર ઘટના અંગે સગીરાનાં પરીવારજનોએ કીમ પોલીસ મથકે ફરીયાદ કરતા હાલ પોલીસે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.