વરસોથી રજૂઆતો છતાં પુલ ન બનતા, અંતિમ યાત્રા હોડીમાં કાઢવા મજબૂર બન્યા ગ્રામજનો
Published : Oct 24, 2024, 9:58 AM IST
તાપી: ગૂજરાત સરકાર વિકાસગાથાની વાતો કરી રહી છે, ત્યારે તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામમાં જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. ઉકાઈ ડેમ તેની પૂર્ણતઃ સપાટી સુધી ભરાય જતા વર્ષોથી નારણપૂર ગામના ઝરાલી ફળિયામાં આવેલ લો લેવલ પુલ પર પાણી ફરી વળે છે, જેના કારણે અંતિમ યાત્રા નદીમાંથી લઇ જવી પડી રહી છે. હાલ ઝરાલી ફળિયામાં યુવતીનું આકસ્મિત મૃત્યુ થતાં ગ્રામજનો દ્વારા હોડીમાં અંતિમ યાત્રા લઇ જવી પડી રહી છે. વરસોથી સમસ્યા હોવાને કારણે તંત્રને ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ દ્રશ્યો સરકારની વિકાસ ગાથાની પોલ ખોલી રહ્યા છે.