પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનનો કરાયો વિરોધ,ફરકાવ્યા કાળા વાવટા - RAHUL GANDHI STATEMENT
Published : Apr 29, 2024, 3:00 PM IST
પાટણ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિશે એક નિવેદન આપતો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. જેમાં તેઓ રાજા મહારાજાઓ કોઇની પણ જમીન પચાવી લેતા એવું બોલતા નજરે આવ્યા હતા.ત્યારે એવામાં રાહુલ ગાંધી પાટણ આવી રહ્યા છે.ત્યારે તેમના આ વિવાદીત નિવેદન પર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.પરશોત્તમ રુપાલા બાદ રાહુલ ગાંધી પણ આ વિવાદમાં સપડાયા છે. પાટણમાં આવી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદન પછી લોકો તેમના વિરુધ્ધ પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ટી.બી ત્રણ રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરાયો હતો. વિરોધ કરનાર ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી.