ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની સમીમાં ઉજવણી : અશ્વ શો આકર્ષણનું કેન્દ્ર બન્યો - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 2:58 PM IST

પાટણ : સમી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહમાં યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને અશ્વ શો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જિલ્લા કલેકટર અરવિંદ વિજયને ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહનાં અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને ધ્વજવંદન કર્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકો તેમજ વિવિધ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કર્યા હતા. સાથે જ પોલીસ વિભાગ તરફથી અશ્વ શો રજૂ કરવામાં આવ્યો. જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજૂ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ મેદાન પર આવીને શાનથી તિરંગો લહેરાવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details