લોકસભામાંથી ચોમાસું સત્રની કાર્યવાહી LIVE, વકફ કાયદામાં સુધારો કરવા માટે બિલ રજૂ કરી શકે છે સરકાર - parliament monsoon session live - PARLIAMENT MONSOON SESSION LIVE
Published : Aug 5, 2024, 11:55 AM IST
|Updated : Aug 5, 2024, 6:47 PM IST
નવી દિલ્હીઃ આજે 5 ઓગસ્ટ સોમવાર સંસદના ચોમાસુ સત્ર 2024નો 11મો દિવસ છે. હાલમાં સામાન્ય બજેટ 2024ની ચર્ચા થઈ રહી છે. બજેટ મુદ્દે વિપક્ષ સરકાર પર સતત આક્રમક પ્રહાર કરી રહ્યો છે. આજના સત્રમાં મહત્વપૂર્ણ બિલ રજૂ થઈ શકે છે. એવી ચર્ચા છે કે મોદી સરકાર વકફ એક્ટમાં સુધારો કરવા માટે બિલ લાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની સત્તા અને પ્રક્રિયામાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર સુધારા દ્વારા વક્ફ બોર્ડની સત્તાઓને મર્યાદિત કરવા માંગે છે. કોઈપણ મિલકતને વકફ મિલકત બનાવવાનો અધિકાર છીનવી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે કેબિનેટ દ્વારા આ સંબંધમાં લગભગ 40 સંશોધન પસાર કરવામાં આવ્યા હતા.
Last Updated : Aug 5, 2024, 6:47 PM IST