ગુજરાત

gujarat

ETV Bharat / videos

બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો જેથી ખેડૂતોની હાલત કફોડી, પાંથાવાડામાં વરુણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞ કરાયો - Parjanya Yajna

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 7:07 PM IST

બનાસકાંઠા: એક તરફ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ બનાસકાંઠામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે બનાસકાંઠામાં વરસાદ ખેંચાયો છે. જેને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. લોકોની હાલત કપરી બની છે. ડેમ,નદી-નાળા, તળાવ ખાલી છે. જેને લઇને બનાસકાંઠામાં આજે પર્જન્ય યજ્ઞ થયો છે. પાંથાવાડાના શિવ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે વરુણદેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞ કરાયો હતો. વિધિથી તપેલામાં પાણીમાં બેસી અને યજ્ઞમાં આહુતિ અપાઈ હતી. આ યજ્ઞથી વરુણદેવ રીઝાય છે અને વરસાદ આવે છે. વરુણદેવને રિઝવવા અને વરસાદ માટે પાંથાવાડા પંથકના ખેડૂતો એ વરૂણદેવને રીઝવવા માટે આજે પર્જન્ય યજ્ઞ કર્યો છે. જેથી બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ થાય અને લોકોને પડતી મુશ્કેલી દૂર થાય

ABOUT THE AUTHOR

...view details