NEET મામલે ગોધરા કોર્ટ માં સીબીઆઈની અરજી પર સુનાવણી થઈ, આવતીકાલે ચુકાદો - NEET Scam - NEET SCAM
Published : Jun 28, 2024, 3:56 PM IST
ગોધરાઃ NEET મામલે ગોધરા કોર્ટ માં સીબીઆઈની અરજી પર સુનાવણી થઈ. સીબીઆઈએ 4 આરોપી ની કસ્ટડી મેળવવા અરજી કરી હતી. ગોધરા કોર્ટે સીબીઆઈની દલીલો સાંભળી જેમાં સીબીઆઈએ દલીલ કરી હતી કે આરોપીની પૂછપરછ કરવી ખૂબ જ જરૂરી છે. આ માત્ર ગોધરાની વાત નથી, દેશના 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે. OMR શીટ્સ સાથે ચેડા કરવામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ તેની તપાસ કરવાની રહેશે. આરોપીઓએ ગુજરાત બહારના ઉમેદવારોને ગોધરા કેન્દ્ર પર ગુજરાતીમાં પરીક્ષા આપવાનું કહ્યું હતું. તમામ આરોપીઓની પૂછપરછ કર્યા બાદ જ અમે તપાસ આગળ વધારી શકીશું. સીબીઆઈ વતી ગોધરા કોર્ટને કહેવામાં આવ્યું હતું કે તપાસ 7 રાજ્યોમાં ફેલાયેલી છે, જેના માટે સીબીઆઈએ આરોપીઓની પૂછપરછ કરવી જરૂરી છે. સીબીઆઈ મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, ગોધરા દરેક જગ્યાએ તપાસ કરી રહી છે કે આ તમામ કેસ એકબીજા સાથે સંબંધિત છે કે નહીં, જેથી આરોપી ઓ ની કસ્ટડી તપાસ જરૂરી છે. દેશભરમાં એક મોટું રેકેટ ચાલી રહ્યું છે જેને રોકવાની જરૂર છે. ગોધરા કોર્ટ આરોપીઓ ની કસ્ટડી સોંપવા અંગે આવતી કાલે ચુકાદો આપશે