Mukesh Ambani at Dwarka: દ્વારકાધીશના દર્શને અંબાણી પરિવાર, મુકેશ અંબાણીએ ભાવિ પુત્ર વધુ રાધિકા અને માતા સાથે કર્યા દ્વારકાધીશના દર્શન - દ્વારકાધીશનું મંદિર
Published : Mar 5, 2024, 7:46 PM IST
દેવભૂમિ દ્વારકા: અનંત અને રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમની પૂર્ણ થયાં બાદ આજે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પરિવાર સાથે દેવભૂમિ દ્વારકા સ્થિત દ્વારકાધીશના દર્શને દોડી આવ્યા હતાં. મુકેશ અંબાણી સાથે તેમના માતા કોકિલાબેન તેમજ અનંતાના ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટે પણ દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને મંદિરમાં ખાસ પૂજા આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, મુકેશ અંબાણી સહિત તેમનો પરિવારમાં દ્વારકાધીશમાં ખુબ શ્રદ્ધા ધરાવે છે. ધાર્મિક કાર્યોમાં અગ્રેસર રહેતા મુકેશ અંબાણીએ થોડા દિવસો પહેલાં સોમનાથમાં સોમનાથ મહાદેવને પણ શીશ ઝુકાવ્યુ હતું. સમય-સમય ખાસ પ્રસંગે મુકેશ અંબાણી અચુક ઈશ્વર પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરવાનું ચુકતા નથી. ત્યારે અંબાણી પરિવારના દ્વારકા દર્શનને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.