સહકારિતા પ્રધાન અમિત શાહ થરાદ પહોંચ્યા, સરકારી સેવાઓનું નિરીક્ષણ કર્યું - Amit Shah inspected govt services - AMIT SHAH INSPECTED GOVT SERVICES
Published : Jul 6, 2024, 6:15 PM IST
બનાસકાંઠા : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ થરાદ તાલુકાના ચાંગડા ખાતે પહોંચ્યા હતા. ચાંગડા ખાતે બનાસ બેંક અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ખાનગી બેઠક કર્યા બાદ ચાંગડા દૂધ મંડળીની મુલાકાત લીધી હતી. જ્યાં પશુપાલક મહિલાઓને ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું હતું. ક્રેડિટ કાર્ડ થકી જે પશુપાલક મહિલાઓ રુપિયા 50 હજાર સુધીની 0% ના વ્યાજે ખરીદી કરી શકે છે. આ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પશુપાલક મહિલાઓનો આર્થિક ઉત્થાન થાય તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપીને પશુપાલક મહિલાઓ પગભર થાય તે દિશામાં બનાસ બેંકનું એક પગલું છે. જે પ્રકારે સહકારિતા દિવસની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે આ કાર્યક્રમ હતો. અમિત શાહએ ચાંગડા ખાતે હાજરી આપીને પશુપાલક મહિલાઓને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ પંચમહાલ ખાતે જવા રવાના થયા હતા.