મહીસાગરમાં મેઘરાજા મંડાયા, ખેડૂતો વાવણીકાર્યમાં લાગ્યા - Mahisagar Rain - MAHISAGAR RAIN
Published : Jul 25, 2024, 8:13 AM IST
મહીસાગર : લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે. મહીસાગર જિલ્લામાં કડાણા, વીરપુર, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ કડાણા તાલુકાના દીવડા, ડીંટવાસ, સરસવા, અને ગોધર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. સત્તાવાર વરસાદી આંકડા જોઈએ તો કડાણા, લુણાવાડા અને બાલાસિનોરમાં 1 mm વરસાદ નોંધાયો છે. જ્યારે વિરપુરમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદની આતુરતાથી વાટ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લામાં દિવેલા, કપાસ અને મકાઈની વાવણી માટે ખેડૂતોએ તૈયારી કરી છે. મહીસાગર જિલ્લામાં સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.