રૂપાલા સામે આક્રોશ યથાવત, રાજકોટમાં 14મી એપ્રિલે ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
Published : Apr 10, 2024, 6:37 PM IST
અમદાવાદઃ પરસોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન મુદ્દે રાજપુત સમાજનો વિરોધ શમવાને બદલે ઉગ્ર થતો જાય છે. આજે રાજપુત સમાજની સંકલન સમિતિએ રાજકોટમાં 14મી એપ્રિલે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવાની જાહેરાત કરી છે. જેમાં સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજાએ મીડિયાને માહિતી આપી હતી કે, 14મી એપ્રિલે રાજકોટના મોરબી રતનપર ગામના રામજી મંદિર પાસે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવશે. આ આયોજન પાછળનો હેતુ જાહેર જીવનના શુદ્ધિકરણનો છે. ક્ષત્રિય સમાજ આ કાર્યક્રમો દ્વારા દાખલો બેસાડવા માગે છે. દેશના વિકાસ માટે આ પ્રકારના આયોજન જરૂરી છે. આ લડત વ્યક્તિગત નથી અગાઉ રાજ્યના અનેક સ્થળો પર સંમેલન થયા છે. જામસાહેબનાં વધુ એક પત્ર મુદ્દે રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, જામનગર સ્ટેટના જામસાહેબના પત્રમાં કરેલા નિવેદન સંદર્ભે અમે સંકલન સમિતિમાં ચર્ચા કરીશું. અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીશું. આ આંદોલન સામાજિક છે, રાજકીય નથી. આજે પાટણ મુન્દ્રા ધાંગધ્રા સહિતના અનેક સ્થળે સંમેલન યોજાશે. અમારા સમાજની એક જ માંગણી છે કે પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ થવી જોઈએ.