ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટીદાર અનામત આંદોલનમાં હરિભાઈએ ભોગ આપ્યો છે, પાર્ટીએ યોગ્ય વ્યક્તિને ટિકિટ આપી છે: નારાયણ કાકા - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 4:14 PM IST

મહેસાણાઃ ભાજપે મહેસાણા લોકસભા બેઠક પર હરિ પટેલને ઉમેદવાર તરીકે તક આપી છે. આજે હરિ પટેલ ઉંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન એવા પીઢ નેતા નારાયણ કાકાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. નારાયણ કાકા એ હરિ પટેલને 5 લાખથી વધુ મતોની લીડથી જીતશે તેવા આશીર્વાદ આપતા કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનમાં ભોગ આપનારને ટિકિટ મળવી જ જોઈએ. અમે ઉપર પણ રજૂઆત હતી . હરિ પટેલ આજે ઊંઝામાં પાટીદાર સમાજના કુળદેવી મા ઉમિયાના દર્શને પહોંચ્યા હતા. આજથી તેમણે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.  

પાટીદાર આંદોલનમાં ભોગ આપનારને તકઃ  હરિ પટેલ જ્યારે નારાયણ કાકાને મળ્યા ત્યારે તેમણે પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.  નારાયણ કાકાએ જણાવ્યું હતું કે, 2015માં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ભાજપમાંથી ચૂંટણી લડવા કોઈ સાહસ નહોતું કરતું. હાર નિશ્ચિત છતાં જિલ્લા પંચાયતની ઉનાવા બેઠક પર હરિ પટેલ ઊભા રહ્યા. જો કે તે સમયે તેમની હાર થઈ હતી. ત્યારબાદ આ જ બેઠક પર આંદોલન સમી જતા ફરીથી હરિ પટેલ જીત્યા હતા. આંદોલન દરમ્યાન હરિભાઈએ જે ભોગ આપ્યો છે એટલે એ ટિકિટના હકદાર છે. કેશુભાઈ મુખ્યપ્રધાન હતા ત્યારથી પાયાના કાર્યકર તરીકે હરિભાઈ કામ કરે છે. પાર્ટીએ જે પસંદગી કરી છે એમાં કોઈ ભૂલ કરી નથી. 

  1. પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર, પક્ષ પલટો કરીને આવેલા ચારે પૂર્વ ધારાસભ્યોને ટિકિટનું ઇનામ - BJP Announces Candidates For Gujrat 
  2. પાટીદારોનો ગઢ ગણાતી મહેસાણા બેઠક પર, ભાજપના ઉમેદવાર હરિભાઈએ પ્રચાર શરૂ કર્યો - Mehsana Lok Sabha Seat

ABOUT THE AUTHOR

...view details