જૂનાગઢના દંપતિએ મતદાન કરીને 44મી મેરેજ એનિવર્સરી ઉજવી, 7મે 1980ના રોજ થયા હતા લગ્ન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
Published : May 7, 2024, 3:00 PM IST
જૂનાગઢઃ લોકશાહીનું મહાપર્વ આજે ઉજવાઈ રહ્યું છે. મતદારો પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. જેમાં જૂનાગઢનું એક વૃદ્ધ દંપતિ ખાસ છે. આ દંપતિએ મતદાન કર્યા બાદ 44મી મેરેજ એનિવર્સરી ઉજવવાનું નક્કી કર્યુ હતું. તેમણે પહેલા મતદાન કર્યુ અને મતદાતાઓને મતદાનની અપીલ પણ કરી હતી. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના જીવનમાં લગ્ન તિથિ ખૂબ જ મહત્વની હોય છે ત્યારે આ વર્ષે વસાવડા દંપતિની લગ્ન તિથિ એકદમ ખાસ બની રહી છે. જૂનાગઢના જગદીશભાઈ વસાવડાના લગ્ન 7 મે 1980ના દિવસે મીનાક્ષીબેન સાથે થયા હતા. આજે લગ્નજીવનની 44મી વર્ષગાંઠ છે અને મતદાનનો દિવસ પણ છે. જગદીશભાઈ વસાવડાએ Etv Bharatને જણાવ્યું હતું કે, આ પ્રકારનો પ્રસંગ તેમના જીવનમાં આવશે તેવી કલ્પના પણ કરી ન હતી. આજે તેમના લગ્ન જીવનની 44મી વર્ષગાંઠ છે સાથે સાથે સમગ્ર દેશ લોકશાહીનું મહાપર્વ ઉજવી રહ્યું છે. આ પ્રસંગ તેમના લગ્ન જીવનને વધુ રોચક અને આનંદમય બનાવી રહ્યો છે. આજે અમે પતિ-પત્નીએ સાથે મત આપીને ન માત્ર લગ્નજીવનની વર્ષગાંઠની ઉજવણી કરી છે પરંતુ લોકશાહીનું આ મહાપર્વ મત આપીને સાચા અર્થમાં ઉજવ્યું છે.