રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ પોતાના પરિવાર સાથે વાપીમાં કર્યું મતદાન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
Published : May 7, 2024, 7:43 PM IST
વાપી: લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આજે વહેલી સવારથી સમગ્ર ગુજરાતમાં શરૂ થયું. ત્યારે રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈએ પોતાના પરિવાર સાથે મતદાન મથક પર જઈ મતદાન કર્યું હતું. ત્યારે મતદાન કરી બહાર આવેલા કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, મોદીજીની વિકાસ યાત્રાને મજબૂત કરવા દેશભરમાં મતદારોમાં ઉત્સાહ છે. દરેક સ્થળ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ તેમની પત્ની અને પરિવારના સભ્યો સાથે વહેલી સવારે મતદાન મથક પર પહોંચ્યા હતાં. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ જ્ઞાન ધામ શાળામાં તેઓએ મતદાન કર્યું હતું. આ પ્રસંગે વાપીની મહિલાઓએ અલગ અલગ પરિધાન માં સજ્જ થઈ પહેલા મતદાન પછી જલપાન નો સંદેશ આપ્યો હતો. કનુભાઈ દેસાઈ સાથે વાપીના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ પણ મતદાન મથક પર મતદાન કરવા આવ્યા હતાં.