પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડીમાં પરિવાર સાથે કર્યુ મતદાન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
Published : May 7, 2024, 5:15 PM IST
મહેસાણા: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સહ પરિવાર સાથે આજે પોતાના નજીકના મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. કડીના વતની એવા નીતિન પટેલ કડીની બ્રાહ્મણની વાડી વિસ્તારમાં મતદાન કરવા પોતાના પત્ની અને પુત્ર સાથે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે લોકસભા ચૂંટણી પર્વે મતદાન કર્યું હતું. નીતિન પટેલનું મતદાન તેમના વતન કડી ખાતે હોવાથી તેઓ પરિવાર સાથે કડી પહોંચ્યા હતા અને બ્રાહ્મણ વાડી વિસ્તારમાં મતદાન બુથ પર પહોંચી પોતે અને તેમના પરિવારના સભ્યોએ મતદાન કર્યું હતું. નીતિન પટેલે નિવેદન કર્યું કે, આ વખતે ફરીથી સમગ્ર ગુજરાતની દરેક બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાશે. તો કડીમાં નીતિન પટેલ જ્યારથી મતદાન કરવાની શરૂઆત કરી ત્યારથી કડીમાં જ મતદાન કરવા ચૂક્યા વગર આવતા હોવાનું જણાવ્યું હતું.