પોરબંદર જિલ્લાની જીવાદોરી સમા ખંભાળા અને ફોદાળા ડેમ નવા નીરની આવક થતા ઓવરફ્લો થયા - PORBANDAR DAM OVERFLOW - PORBANDAR DAM OVERFLOW
Published : Jul 22, 2024, 8:24 PM IST
પોરબંદર: જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ પોરબંદર જિલ્લાનો સરેરાશ 33 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પોરબંદર તાલુકામાં 40 ઇંચ અને રાણાવાવ તાલુકામાં 33 ઇંચ અને કુતિયાણા તાલુકામાં 26 ઇંચ જેટલો વરસાદની પડ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લાને કાયમી પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ અવરફલો થયા છે. પોરબંદર જિલ્લા પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ. એસ. દામાએ જણાવ્યું હતું કે, ખંભાળા ડેમમાંથી હાલ 681.72 કયુસેક પાણીની આવક થઈ છે. જ્યારે ફોદાળા ડેમમાંથી હાલ 3517.72 કયુસેક પાણીની આવક થઈ છે.ખંભાળા ડેમ ઓવરફ્લો થતા 14 ગામોને એલર્ટ કરાયા છે અને ફોદાળા ડેમ ઓવરફ્લો થતા 13 ગામોને એલર્ટ કરાયા છે.