શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે કામરેજ પોલીસની કામગીરી, બીએસએફ જવાનો સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ યોજ્યું - Loksabha election 2024 - LOKSABHA ELECTION 2024
Published : Mar 25, 2024, 1:17 PM IST
સુરત: ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 નો કાર્યક્રમ જાહેર થયો છે. ગુજરાતમાં 7મેના રોજ મતદાન યોજાશે. જેને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જાહેરનામા પણ બહાર પાડવામાં આવી રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સુરત જિલ્લાના કામરેજ પોલીસની હદમાં પણ કામરેજ પોલીસ દ્વારા બીએસએફ જવાનોને સાથે રાખી ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના પાલોદ, નવાપરા, કીમ ચારરસ્તા, તરસાડી, કોસંબા, કીમ ચારરસ્તા સહિતના વિસ્તારોમાં બીએસએફ જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.
કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીને લઇને કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભાગરૂપે બીએસએફ જવાનોને સાથે રાખી આ ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ કામરેજ પોલીસની હદમાં આવેલ વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે.