જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો, આકાશમાં છવાયા કાળા ડિબાંગ વાદળો - JUNAGADH WEATHER
Published : Oct 10, 2024, 8:31 PM IST
જૂનાગઢ: આજે અચાનક જૂનાગઢના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ જૂનાગઢ શહેરના આસપાસના વિસ્તારોમાં જાણે કે ચોમાસાનો માહોલ હોય તે પ્રકારે વરસાદી વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે, રાજ્યના હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેને લઈને પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. આજે જુનાગઢ શહેર અને આસપાસ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, વહેલી સવારથી જ જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં જાણે કે ચોમાસાનો માહોલ હોય તે પ્રકારે વરસાદી વાદળો જોવા મળ્યા હતાં. હવામાન વિભાગે પણ આજથી સૌરાષ્ટ્રને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તે મુજબ વહેલી સવારથી જ જૂનાગઢ શહેર સહિત આસપાસના તાલુકાઓમાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.