જે.પી નડ્ડાએ અમદાવાદ ખાતે જાહેર જનસભાને સંબોધી - jp nadda in ahmedabad
Published : May 3, 2024, 2:55 PM IST
|Updated : May 3, 2024, 7:25 PM IST
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024માં જંગ જીતવાનો પ્રયાસ મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ દ્વારા થતો ગુજરાતમાં જોઇ શકાય છે. અમિત શાહ, નરેન્દ્ર મોદી અને હવે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતના મતદારોને ભાજપ સરકારને ફરી ચૂંટી કાઢવાની અપીલ અને રણનીતિ લઇને આવ્યા છે. આજે શુક્રવારે જે.પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જે.પી. નડ્ડાએ કી વોટર્સ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.ઓટોમોબાઇલમાં જાપાનને પછાડી ભારત ત્રીજા નંબરે: કોરોના અને યુદ્ધ બાદ દરેક દેશની ઇકોનોમીને અસર પહોંચી છે, દરેક દેશની ઇકોનોમી મુશ્કેલીમાં છે. પરંતુ ભારતની ઇકોનોમી આગળ વધી રહી છે. મોદી ત્રીજી વાર પીએમ બનશે તો ભારત ત્રીજા નંબરે પહોંચી જશે. ઓટોમોબાઇલમાં જાપાનને પછાડી ભારત ત્રીજા નંબરે પહોંચી ગયું છે.મનમોહનસિંહ વિદેશ જતા ત્યારે ટેરીરિઝમ પર ચર્ચા થતી - જે પી નડ્ડા:પહેલા જ્યારે ચર્ચા થતી અથવા અન્ય દેશના નેતાઓ ભારતની મુલાકાતે આવતા ત્યારે ઇન્ડિયાની સાથે પાકિસ્તાન નામ સાથે જોડાતું હતું. આજે દસ વર્ષથી વિદેશના નેતા જ્યારે ભારત આવે છે ત્યારે માત્ર ઇન્ડિયાની વાત થાય છે. વિકાસની વાત થાય છે. જ્યારે મનમોહનસિંહ વિદેશ જતા ત્યારે ટેરીરિઝમ પર ચર્ચા થતી હતી. હવે નરેન્દ્ર મોદી વિદેશ જાય છે ત્યારે વિકાસ, સેમી કન્ડક્ટર પર ચર્ચા થાય છે.નવ મહિનામાં ભારતે બે વેક્સિન બનાવી. - જે.પી. નડ્ડાપહેલા આપણી પાસે બુલેટપ્રુફ જેકેટ ન હતા, હવે વિદેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ. કોરોનામાં નરેન્દ્ર મોદીએ બે મહિનામાં દેશને કોરોના સામે લડવા માટે તૈયાર કર્યો જ્યારે આપણી પાસે પૂરતી દવા, ઓકિસજન બેડ, સાધનો પણ ન હતા. નવ મહિનામાં ભારતે બે વેક્સિન બનાવી.આ સાથે જે.પી.નડ્ડાએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી કહે છે ભ્રષ્ટાચાર દૂર કરીશું. કોંગ્રેસ કહે છે કે ભ્રષ્ટાચારીઓને બચાવીશું. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ બેલ પર છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન જેલમાં છે. એમનો એક વાત પર જ જમાવડો છે. આ પરિવારવાદની પાર્ટી છે. સત્તા વિરોધી, રામ વિરોધી સનાતન વિરોધી પાર્ટી છે.રાહુલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી - Rahul Gandhi File Nominationઅતિમ ઘડીઓમાં કોંગ્રેસ ખોલ્યું પત્તું, રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠકથી ચૂંટણી લડશે - Rahul Gandhi
Last Updated : May 3, 2024, 7:25 PM IST