ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં મોટી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર જાગ્યું, ન્યૂ સાધના કોલોનીના 2 બિલ્ડિંગનું કર્યુ ડીમોલિશન - Jamnagar News - JAMNAGAR NEWS

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 5:17 PM IST

જામનગર: ન્યૂ સાધના કોલોનીમાં 2 જર્જરીત બિલ્ડિંગનું મનપા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ભારે નારાજગી સાથે મહિલાઓએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરી હતી.  ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અહી બિલ્ડિંગ પડતા એક જ પરિવારના 3 સભ્યોના  મૃત્યુ થયા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના અધિકારીઓ પણ જામનગર પહોંચ્યા હતા. જામનગર મહા નગર પાલિકાની એસ્ટેટ ટીમ, ફાયર ટીમ અને PGVCLની ટીમ ડીમોલેશન માટે પહોંચી હતી. આ અગાઉ મનપા દ્વારા મકાન ખાલી કરવા અનેકો નોટિસ પાઠવવામાં આવી હતી. ચાલુ વર્ષ દરમ્યાન પણ મનપા તંત્ર દ્વારા આખરી નોટિસ સાથે સૂચના આપી હતી છતાં પણ સ્થાનિકોએ મકાન ખાલી ન કરતા આજે ડીમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ABOUT THE AUTHOR

...view details