ગુજરાત

gujarat

જામનગર MP શાહ મેડિકલ કોલેજમાં ડોકટરોની હડતાળ, તમામ તબીબી સેવાઓ ઠપ્પ - Jamnagar doctors strike

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 3:48 PM IST

ડોકટરોની હડતાળ (ETV Bharat Reporter)

જામનગર : કોલકત્તામાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કારની ઘટનાને લઈને દરેકનો ગુસ્સો ચરમસીમા પર છે. દેશના ખૂણે ખૂણેથી મહિલા ડૉક્ટર માટે ન્યાયની હાંકલ થઈ રહી છે. આ દરમિયાન ડૉક્ટર પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર અને હત્યા કરનાર ગુનેગાર સંજય રૉયની માતાએ એવી વાત કહી છે, જેનાથી લોકોનો ગુસ્સો વધુ વધી ગયો છે.

કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા જામનગરમાં પણ પડયા છે. જામનગરની MP શાહ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરોએ ગઇકાલે રાત્રે કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે. જેમાં ઇમરજન્સી સિવાયની તબીબી સેવાઓ ઠપ કરવામાં આવી છે. આજે MP શાહ મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં જુનિયર તબીબો દ્વારા એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details