પાટણમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી: કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ આપી હાજરી - International Day of Yoga 2024
Published : Jun 21, 2024, 4:00 PM IST
પાટણ: રાધનપુર સહીત આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. સમગ્ર વિશ્વ 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યુ છે. રાજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનાં ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો હતો.
2000 થી વધુ લોકોએ કર્યા યોગ: પાટણની પી.કે.કોટાવાલા કૉલેજ ખાતે કેબિનેટમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત યોગ દિવસનાં કાર્યક્રમમાં 2000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. રાધનપુર શેઠ કે. બી. હાઇસ્કુલ ખાતે નગરપાલિકા અને મામલતદાર દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે. આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતુ કે, માત્ર ભારત નહી પરંતુ પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ. વડાપ્રધાનએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી 21મી જૂનનાં રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવીએ છીએ.
સૌ સાથે મળીને યોગ કરીએ: તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, આપણાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2019માં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાનાં માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે. આજે ગુજરાતનાં નડાબેટથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લાઈવ માર્ગદર્શન આપણે સૌ નિહાળીશું. આપણે સૌ સાથે મળીને યોગને જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ લઇએ".
આટલા લોકોએ હાજરી આપી: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવીન્દ્ર પટેલ, ડી.આર.ડી.એ.નિયામક આર.પી.જોષી, રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી, લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોષી આગેવાનો દશરથજી ઠાકોર, ભાવેશ પટેલ તેમજ વિવિધ અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં પાટણનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.