ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરના ગોવાણામાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, આખું ગામ જોવા ઉમટ્યું - HELICOPTER EMERGENCY LANDING

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2024, 10:37 PM IST

જામગનર:  લાલપુર તાલુકાના ગોવાણા ગામની સીમમા ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરમા ટેક્નિકલ ખામી સર્જાતા ઇમર્જન્સી લેન્ડિંગ કર્યાની ઘટના સામે આવી છે. ત્યાર બાગ એરફોર્સના હેલિકોપ્ટરનું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરનું રિપેરિંગ થયા હબાદ હેલિકોપ્ટર રવાના થયું હતું.  બીજી તરફ ગામની સીમમા હેલિકોપ્ટર ઉતર્યાની ખબર વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં ગામ લોકો હેલીકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતાં. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં  ખુબ જ વાયરલ થયો છે. મહત્વપૂર્ણ છે કે, જામનગરમાં આર્મી નેવી અને એરફોર્સનું ટ્રેનિંગ સેન્ટર હોવાના કારણે અહીં અવાર-નવાર આવી ઘટનાઓ બનતી રહે છે. ટ્રેની પાયલોટ્સને જામનગરના એરફોર્સ પર ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જવાના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details