શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પર્વે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર - Raksha bandhan 2024 - RAKSHA BANDHAN 2024
Published : Aug 19, 2024, 9:07 AM IST
ગીર સોમનાથ: આજે પવિત્ર શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના ત્રિવેણી સંગમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો વહેલી સવારે મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા અને સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્.તા અનુભવી હતી. જેમ જેમ શ્રાવણ મહિનો પૂર્ણતાને આરે આવતો વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તો શિવમય બનતા જોવા મળે છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે પૂનમની સાથે રક્ષાબંધનનો ત્રિવેણી સંયોગ સર્જાયો છે, દૂર દૂરથી ખૂબ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા આવેલા શિવ ભક્તોએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લ્હોવા લીધો હતો. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલતાની સાથે હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.