ફરી રાજકોટ બંધ, જાણો કોણે અને શા માટે કર્યુ બુધવારે રાજકોટ બંધનું એલાન ? - protests in Rajkot - PROTESTS IN RAJKOT
Published : Jul 9, 2024, 9:09 AM IST
રાજકોટ: જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટ, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ સહિત નાના-મોટા 1000 જેટલા એકમો આવેલા છે. જેના તમામ માલિકોએ સાથે મળીને નિર્ણય લીધો છે કે, આગામી તારીખ 10 બુધવારના રોજ સવારના 6 વાગ્યાથી બીજા દિવસ સવારના 6 વાગ્યા સુધી બધા જ ધંધા-રોજગાર બંધ કરી વિરોધમાં જોડાશે. આ વિરોધ પાછળ તેમની માંગ એ છે કે, ફાયર સિસ્ટમ બાબતે રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા યોગ્ય સમય અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. વિરોધકર્તાનું કહેવું છે કે, 'ઘણા બધા એકમોમાં ફાયર સાધનો ઉપલબ્ધ છે, ખૂટતા સાધનો પરિપૂર્ણ કરવા વેપારીઓ બંધાયેલા છે. પરંતુ આ માટે સમય આપવામાં આવતો નથી. એકમોને સીધા સીલ કરવાથી અમને આર્થિક નુકસાન થાય છે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી છે.' હવે જોવું રહ્યું કે મનપા આ પ્રત્યે કેવો પ્રતિસાદ આપે છે.