જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે ધાર્મિક આસ્થા સાથે હોળીનું મહાપર્વ ઉજવાયું - HOLI 2024 - HOLI 2024
Published : Mar 25, 2024, 1:34 PM IST
જૂનાગઢ: હોળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. દરેક ધર્મના લોકો આ તહેવાર ઉજવતા હોય છે. આવતીકાલે ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે હોળીનું મહાપર્વ જૂનાગઢ ખાતે ઉજવાયું હતું. ધાર્મિક વિધિ વિધાન અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ દામોદર કુંડ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યો હતો. દામોદર કુંડ ખાતે આયોજિત થતા હોલિકા ઉત્સવમાં વૈદિક હોળીને એકમાત્ર પ્રાધાન્ય આપવામાં આવે છે. તીર્થ પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને પૂજન સાથે હોલિકાનું આયોજન કરાય છે, એવા મોટી સંખ્યામાં લોકો હાજર રહીને હોલિકા દહનના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અનુસાર હોળી પ્રાગટ્ય થયા બાદ, તેમાં સાત પ્રદક્ષિણા કરવાની હોય છે. જેમાં ખજૂર ધાણી દાળિયા કપૂર અને શ્રીફળ હોમવામાં આવે છે.