ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારીમાં ત્રીજા દિવસે અનાધાર વરસાદ, છેલ્લા બે કલાકમાં પોણા ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો... - Heavy rains in Navsari - HEAVY RAINS IN NAVSARI

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 8:17 PM IST

નવસારી: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે. નવસારીમાં છેલ્લા બે કલાકમાં પોણા ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસતા નવસારી શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા ગયા છે. ખાસ કરીને વાહનનો બંધ થતાં થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક ખોદકાયાની પણ સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો જેમ કે કુંભારવાડ, ગોલવાડ, ગ્રીડ મંકોડિયા, જૂનાથાણા, લુનસીકુઈ જેવા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. મોસમના પહેલા વરસાદમાં જ શહેરની અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોનસુન કામગીરીની પોલ ખુલ્લી પડી છે.  

ખેડૂતો માટે ખુશી:  હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ડાંગરની ખેતીમાં જોતરાયા છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, "આ વર્ષે વરસાદ નું આગમન ઘણું મોડું થયું છે જેને લઇને ખેડૂત ચિંતામાં હતી, કારણકે ડાંગરનું ધરૂવાર્યું પણ તૈયાર હતું અને વરસાદ ખેડૂતને હાથ તાળી આપતો હતો, પરંતુ હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે ડાંગર પકડતા ખેડૂતો માટે ઘણો ફાયદાકારક છે તેથી આ વખતે ડાંગર નો પાક સારો એવો ખેડૂત લઈ શકશે. 

ABOUT THE AUTHOR

...view details