Ram Mandir: 'અભ્યાસ સાથે આસ્થા', સુરતમાં ગુરૂકૂળના વિદ્યાર્થીઓએ શ્રીરામ અને ધનુષની માનવશૃંખલા રચી - undefined
Published : Jan 21, 2024, 10:42 AM IST
સુરત: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને સુરતના ગુરુકુળમાં અનોખી ઉજવણી કરવામાં આવી. સુરતના વેડ રોડ ખાતે આવેલા ગુરુકુળમાં માનવ સાંકળ રચીને વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીરામનું ધનુષબાણ રચ્યું હતું. વિદ્યાર્થીઓએ ધનુષબાણની આકૃતિ બનાવી શ્રીરામ લખ્યું હતું. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે લોકો અલગ-અલગ રીતે પોતાનો ઉત્સાહ અને ભગવાન રામ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રીરામ શબ્દની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી હતી. વિશાળકાય માનવ આકૃતિની લંબાઈ 24 મીટર અને પહોળાઈ 40 મીટર હતી. કુલ 480 જેટલા વિદ્યાર્થીઓએ વિશાળ માનવ આકૃતિમાં શ્રીરામનું ધનુષ્ય અને શ્રીરામ લખાયેલ માનવઆકૃતિ સાથે રામ મંદિર અયોધ્યા ઉદ્ઘાટનમાં પોતાની સહભાગીતા વ્યક્ત કરી હતી