ગુજરાત

gujarat

ETV Bharat / videos

Ram Mandir: અહીંયા આવેલી છે રામ લલ્લા જેવી શ્યામની મૂર્તિ, જુઓ વીડિયો

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 9:43 PM IST

નર્મદા: ભગવાન રામની પ્રતિમા જેવી જ આબેહુબ ભગવાન રણછોડ રાયની પ્રતિમા નર્મદા જિલ્લાના રામપરા ગામમાં સ્થાપિત થયેલી છે. ઉલ્લેખનીય છે કે આ મૂર્તિમાં ભક્તો દશાવતારના દર્શન કરી શકે છે. બાળ સ્વરૂપ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે તે મૂર્તિ સામ્યતા ધરાવે છે. લોકવાયકા મુજબ આ રણછોડ ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એક હોવાની માન્યતા છે. જે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતકામ કરતા નિકળી હતી અને આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર આવેલા છે. જોકે એક મૂર્તિ ભારત ભરમાં એક મૂર્તિ નર્મદાના રામપુરા ગામે દશા અવતારની રણછોડજીની છે અને બીજી હવે ભગવાન રામની આયોધ્યામાં સ્થાપિત થઇ છે, ત્યારે કહી શકાય કે આ જે ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી એક અને એના જેવી બીજી મૂર્તિ ભારતમાં નર્મદામાં છે. 

ABOUT THE AUTHOR

...view details