વ્યારાથી પસાર થતી ગુડ્સ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતર્યો, સદનસીબે જાનહાનિ ન થઇ - The train derailed - THE TRAIN DERAILED
Published : Oct 4, 2024, 8:06 PM IST
તાપી: જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી રેલવે લાઈન પર પ્લેટફોર્મ નંબર 1 પરથી ગુડ્સ ટ્રેનને લઈ જવામાં આવી રહી હતી. તે વેળા એ અચાનક કપચી ભરેલો ટ્રેનનો ચોથો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. આ બનાવને લઇ રેલવે પોલીસ સહિત રેલવે વિભાગના અધિકારીઓ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોચી ગયા હતા. બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હાલ ઘટના સ્થળે તાપી જિલ્લા LCB પોલીસ સહિતની ટીમ દ્વારા કોઈ એ જાણીજોઈને તો આ ઘટના કરી નથી. તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. સાથે રેલવે વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ બનાવમાં નંદુરબારથી સુરત જતી મેમુ ટ્રેનને અસર પડી છે. ત્યારે રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર આ કામગીરી 2 કલાકના અંદર પૂર્ણ કરી દેવામાં આવશે.