જામનગરમાં અંબિકા ગરબી મંડળ દ્વારા 16 દીકરીઓને અપાઇ લ્હાણી - NAVRATRI 2024 - NAVRATRI 2024
Published : Oct 5, 2024, 7:32 PM IST
જામનગર: જિલ્લામાં અનેક જગ્યાએ પ્રાચીન નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી અંબિકા ગરબી મંડળ દ્વારા પ્રાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અંબિકા ગરબી મંડળ દ્વારા દીકરીઓના લગ્નના કરિયાવરમાં ઉપયોગી થાય એવી વસ્તુઓની લ્હાણી કરવામાં આવે છે.આ ગરબીમાં 16 જેટલી બાળાઓને લ્હાણી આપવામાં આવી છે. આ બાળાઓ લગ્ન કરવાની વયની થાય ત્યારે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકે અને કરિયાવરમાં ઉપયોગી થઇ શકે તે માટે અંબિકા ગરબી મંડળ દ્વારા સોના ચાંદીની વસ્તુઓની લ્હાણી કરવામાં આવી છે. ગરબી મંડળના આયોજકોએ જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે આ ગરબી મંડળમાં ભાગ લેનારી દીકરીઓને સોના ચાંદી તેમજ કરિયાવરને લગતી વિવિધ વસ્તુઓ ભેટમાં આપે છે.