કારખાનામાં કામ કરતા મજૂરના ચાર બાળકોના ઝાડા-ઊલ્ટીના કારણે મોત - Death of 4 children in Rajkot - DEATH OF 4 CHILDREN IN RAJKOT
Published : Jun 23, 2024, 6:31 PM IST
રાજકોટ: ઉપલેટા પંથકમાં આવેલ કારખાનામાં કામ કરતા મજૂરના ચાર જેટલા બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગણોદ અને તાણસવા ગામ નજીક આવેલા કારખાનામાં રહેતા મજુરના બાળકોનું મોત થયા છે નાના બાળકોને ઝાડા તેમજ ઉલટી થયા બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. બાળકોના મોતની ઘટના બાદ જિલ્લાની વિવિધ ટીમો ઉપલેટા ખાતે તપાસે દોડી આવી હતી.આ બનાવમાં કાર્તિક, કવિતા, સેજલી, બંસી નામના બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પૂર્વે બાળકોની તબિયત બગડી હતી જે બાદ આ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકો લોકો અને કારખાનેદારે જણાવ્યું હતું કે પાણીની સમસ્યાને કારણે બાળકોની તબિયત બગડી છે.