Reliance Mall: રિલાયન્સ મોલ ભળકે બળ્યો, કોઈ જાનહાનિ નહિ, જામનગરના મોટી ખાવડીની ઘટના - મોટી ખાવડી જામનગર
Published : Feb 9, 2024, 10:53 AM IST
જામનગર: મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મોલ બંધ થયા મોલમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી, જોકે, આ આગમાં કોઇ જાનહાની થઈ નથી. બીજી તરફ આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સવારે પાંચ વાગ્યે જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ તેમજ નાયરા ફાયર ટીમ સહિતની ટીમોએ પાણીનો મારો ચલાવીને બેકાબુ આગને કાબુમાં લીધી હતી. આ ઘટના સંદર્ભે રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આગજનીમાં કરોડોનું નુકશાન થયું છે.