લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા ચૂંટણી પંચે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું - EC LAUNCHED - EC LAUNCHED
Published : Apr 1, 2024, 5:44 PM IST
ગાંધીનગર: દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર ધીરે ધીરે તેજ થઈ રહ્યો છે. ત્યારે લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પણ સક્રિય થયુ છે. ચૂંટણી પંચે ગાંધીનગરમાં મતદાન જાગૃતિ અભિયાન માટે બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઇક રેલીમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ મતદારોને મહત્તમ મતદાન કરવાની અપીલ કરી છે. રેલીમાં મોટી સંખ્યામાં મોટરસાયકલ ચાલકો મતદાર જાગૃતિ સૂત્રો લખેલા બેનર સાથે હાજર રહ્યા હતા. રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી 2014 લોકશાહીનો સૌથી મોટો અવસર છે. આગામી તારીખ 7 મે ના રોજ ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર મતદાન થશે. ગત લોકસભા ચૂંટણી કરતા અને ભારતમાં મતદાન ટકાવારી કરતા ગુજરાતમાં મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્ન કરવામાં આવશે.