ભારે વરસાદના લીધે તાપીમાં થયો બ્રીજ ધરાશાઈ, રોડ રસ્તાને પણ ભારે નુકસાન - Bridge collapsed in Tapi - BRIDGE COLLAPSED IN TAPI
Published : Jul 26, 2024, 5:28 PM IST
તાપી: રાજ્યમાં હાલ વરસાદે ઘણા જિલ્લામાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ત્યારે તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલ ધોધમાર વરસાદ બાદ તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે. ગત મોડી રાત્રી દરમિયાન સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકામાં પડેલ ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનો નિર્માણ થવા પામ્યું હતું, ત્યારે વ્યારાથી પસાર થતી જાખરી તેમજ વાલ્મિકી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામોમાં નદીના પાણી પ્રવેશ્યા સાથે રોડ રસ્તાને ભારે નુકસાન પહોચ્યું હતું. વ્યારા થી જાખરી પેરવડ લખાલી ગામને જોડતો રસ્તાનો એપ્રોજ ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર પડી છે. ઝાંખરી અને વાલ્મિકી નદીમાં આવેલ ઘસમસ્તા પાણીના પ્રવાહે રોડ રસ્તા અને ભારે નુકસાન પહોંચાડ્યું છે.