ઉકાઈ ડેમમાં સતત પાણી આવક થતાં ડેમના 15 દરવાજા ખોલાયા - Ukai Dam - UKAI DAM
Published : Aug 25, 2024, 8:36 PM IST
તાપી: જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં અને જિલ્લામાં પડી રહેલા વરસાદ વચ્ચે ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કિનારેના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. તાપી જિલ્લામાં તેમજ મહારાષ્ટ્ર માં પડી રહેલા વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને લઇ ડેમની સપાટી રૂલ લેવલ ને પાર થતાં ડેમના સત્તાધીશો દ્વારા ડેમના 22 માંથી 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા તાપી નદી ના કિનારે ના ગામોને એલર્ટ કરાયા છે. સાથે માછીમારી કરતા લોકોને તાપી નદીમાં નહિ જવા અપીલ કરવામાં આવી છે.