ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગેરકાયદેસર વૃક્ષ છેદન પર ધોરાજી ફોરેસ્ટ વિભાગે ઘોંસ બોલાવી, ત્રણને દબોચ્યા - Illegal tree cutting - ILLEGAL TREE CUTTING

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2024, 8:04 AM IST

રાજકોટ : ધોરાજી સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ વિભાગના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાવળો, પીપળા સહિતના વૃક્ષ કપાઈ રહ્યા હોવાની માહિતી મળી હતી. જે બાદ ગેરકાયદેસર રીતે કાપવામાં આવતા વૃક્ષોની કામગીરી પર ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમે બાતમીના આધારે તોરણીયા ગામના પાટીયા પાસે આવેલ મોટી પરબડી તરફ જવાના રસ્તા પાસેથી તેમજ ઉપલેટા નેશનલ હાઈવે સુપરડી ગામ નજીકથી કુલ 200 મણ જેટલા લાકડાના જથ્થા સાથે લાકડા કાપવાનું મશીન વાહન સહિત ત્રણ જેટલા વ્યક્તિઓને ઝડપી લીધા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા રેડ બાદ ઝડપાયેલા વ્યક્તિઓને મુદ્દામાલ કબજે કરી આ મામલે ફોરેસ્ટ વિભાગે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details