CR Patil on Congress: જે લોકો રામ મંદિરનો વિરોધ કરતા હતાં આજે તેનો વિરોધ થઈ રહ્યો છે: પાટીલ - સી આર પાટિલ
Published : Jan 21, 2024, 8:54 AM IST
સુરત: સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિસ્થાને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત જીલ્લાના માંગરોળ ખાતે ગઈકાલે 20 જાન્યુઆરીએ સબરી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતાં. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આખો દેશ રામ મયી બની ગયો છે, રામજન્મ ભૂમિ પર રામલ્લાનું મંદિર બને એ સપનું સાકાર થયું છે, રામનું નામ લેતા ભાગલા પાડનારા લોકો માટે આ જવાબ છે, એક પણ કાકરીચાળો કર્યા વગર સૌને સાથે રાખીને નરેન્દ્ર મોદી એ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ,જે લોકો અંદર-અંદર જાતિવાદ, ભાગલાવાદ ,ભાષાવાદ કરતા હતા તેમના માટે આ દાખલો છે .જે લોકો ભેગા થઈને મંદિરનો વિરોધ કરતા હતા એવા લોકોનો હવે વિરોધ થઇ રહ્યો છે.