નસવાડી પંથકમાં આદિવાસી સમાજની પરંપરાગત ધૂળેટી, ઘેરૈયાઓએ જગાવ્યું - Holi 2024 - HOLI 2024
Published : Mar 25, 2024, 6:39 PM IST
નર્મદાઃ નર્મદા જીલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આદિવાસીઓના સૌથી મોટા ઉત્સવ સમાન હોળી દહનના કાર્યક્રમ બાદ આજથી પાંચ દિવસ સુધી આદિવાસી સમાજ ધૂળેટી પર્વ મનાવશે અને આ ધૂળેટીનો તહેવાર મનાવવા આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘેરૈયાનું રૂપ ધારણ કરી આદિવાસી નૃત્યમાં મસ્ત બનીને ફરે છે, તેમજ ઘૈર ઉઘરાવી સંતોષ માને છે. એક પરંપરા મુજબ હોળી દહન પછીના પાંચ દિવસ સુધી માનતા કે બાધા રાખેલ આદિવાસી યુવાન ઘૈરીયાનું રૂપ ધારણ કરી ફરે છે, અને ઘરમાં જતા નથી. જયારે કેટલાક યુવાનો સ્ત્રી વેશ ધારણ કરીને પણ ફરે છે અને આદિવાસી પરંપરાગત નૃત્ય કરી આ ઉત્સવને ઉજવે છે. આજે આ પરંપરા લુપ્ત થઇ રહી છે. પરંતુ રાજપીપળાના બજારોમાં આજે પણ આ ઘૈર નૃત્ય જોઈ લોકો ટોળે વળી જાય છે. વનવાસી વિસ્તરોમાં લુપ્ત થતી ઘેર પ્રથાને જીવંત રાખતા નસવાડીના ધમાલ ગ્રુપ આજે રાજપીપળામાં ધમાલ મચાવી અને આદિવાસીઓની પરંપરા સમાન ઘેર ઉઘરાવી એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું.